40
Share
@dawriter

પ્રેમની સૌરભ

2 217       

પ્રેમમાં મેં જાત ઓગાળી હતી,
એ પછી તારામહીઁ ઢાળી હતી;
એક બીજાને સતત ચાહયા કર્યા,
જિંદગીને આમ અજવાળી હતી.

પ્રેમ - એક જ ફૂલ એવું છે જેને ખીલવા માટે કોઈ ખાસ મોસમની જરૂર પડતી નથી! જીવન એક પુષ્પ છે અને પ્રેમ તેની સૌરભ છે. માય લવ- પ્રેમને કોઈ ખાસ દિવસની જરૂર નથી- તે દિલમાં સતત સ્પંદનો જગાવી વહેતો રહે છે!' ‘હેપી વેલેન્ટાઈન ડે - માય સોલ.’ ડાયરીમાં લખાયેલા આ શબ્દો પર હાથ ફેરવતાં આજે પણ પલકના દિલની ધડકન વધી જતી હતી.

જે પલકના દિલની ધડકન બની ગયેલાં સોહમના હતા. સોહમ- પલકની મુલાકાત મુંબઈની 'તાજહોટલમાં થઈ હતી. બંને કોર્પોરેટ જગતની અલગ અલગ ઓફિસમાં નોકરી કરતા હતા. તાજ હોટલમાં એક પ્રોજેક્ટ માટે મીટીંગ હતીત્યાં બંને પોતાની ઓફિસના પ્રેઝન્ટેશન માટે આવ્યા હતા. બંનેએ એ કામગીરી ખૂબ સારી રીતે રજૂ કરી હતી. તેનો ફાયદો તેમની કંપનીને થયો.

આ મુલાકાત પ્રેમમાં પરિણમી!એ વેલેન્ટાઈન દિવસની રોમાંચક સાંજે સોહમે પલકને કહ્યું, “માય સ્વિટહાર્ટ - પ્રેમ એ એક આત્માનું બીજા આત્મા સાથેનું તાદામ્યથી રચાયેલું મિલન છે! તેને જોઇ શકાતું નથી પરંતુ તેને અનુભવી શકાય છે. પ્રેમમાં શબ્દો ખામોશ રહે છે. દિલના સ્પંદનોને વાચા મળતા તે આંખોથી બોલે છે! આંખોની લિપિથી તેને અનુભવી શકાય છે! જાનુ.”

ખૂબ રોમેન્ટિક થતાં સોહમ બોલ્યો, “તારા અને મારા બે ધડકતા હૈયાનો એક ધબકાર! બે શબ્દને એક થવાની તાલાવેલી! તારા સાનિધ્યમાંઆ પળે આ ક્ષણે હું એક અવર્ણનીય આનંદ અનુભવું છું. આ ઢળતા સૂરજની લાલિમા તારા રતુમડા ગાલને સ્પર્શી એને રતુમડા બનાવે છેગુલાબની કળી જેવા તારા હોઠ પરથી એને ચોરી લેવા મારા અધરો તલપાપડ બન્યા છે! પલકને ગાઢ આશ્લેષમાં ભરી. તેના અંગે અંગમાથી ઉન્માદ છવાયો. પલકે આંખ મીંચી સોહમના ભીના અધરોએ જયારે એ હોઠને ચુંબન કર્યુંસોહમના શ્ચાસોની તીવ્રતા અનુભવતી પલક એ અનુભૂતિના સાગરમાં ડૂબી રહી.

પલક વિચારી રહી. બે વર્ષ પહેલાંની પોતાની જિંદગીની એ વેલેન્ટાઈન દિવસની સાંજ કેટલી રોમાંચક હતી! અને આજેમન ખિન્નતાથી ભરાઇ ગયું. વિચાર્યું કયાંક ફરી આવું એવી જગ્યાએ જયાં નિરવ શાંતિ મળે મનને. હમમ.. આજે મલાડઅકસા બીચ ફરી આવું. કારને એ તરફ જવા ટર્ન કરીસાંજનો ઓફિસ છૂટવાનો સમય મુંબઈની દરેક સડક પર ખૂબ ટ્રાફિક રહેતો. પલકની કાર ઓફિસથી નીકળી બાંદ્રા આવી,ટ્રાફિક હોવાને કારણે ટ્રાફિક સિગ્નલ પાસે ઉભી રહી. મ્યુઝિક સીસ્ટમ પર પોતાની ફેવરીટ ગઝલ વાગતી હતી.

'હમ તેરે શહેરમે આયે હૈ મુસાફિર કી તરહ,
સિર્ફ એક બાર મુલાકાતકા મૌકા દે દે!

ત્યાં કારની કાચ પર ટકોરા પડતા એ ચોંકી. એક છ વર્ષની નાનકડી છોકરી હાથમાં લાલ રંગના ગુલાબો લઈ તેને ટ્રાફિક સિગ્નલ પાસે જે કોઈ કાર થોભતી તેની પાસે જઈ એ વેચવાનો પ્રયાસ કરતી હતી. પલકે કારનો ગ્લાસ નીચે ઉતર્યો. તેનો અવાજ સંભળાયો, “મેડમમેડમ, તમારે ગુલાબના ફૂલો જોઇએ છેફકત પચ્ચાસરૂપિયાનું એક!

પલક તરફથી કોઈ પ્રતિસાદ ન મળતાં એને ફરીથી વાકયો બોલ્યા, “પ્લીઝ મેડમ લઈ લો ફકત પચ્ચાસરૂપિયાનું એક છે. પ્લીઝ મેડમ - આજે વેલેન્ટાઈન દિવસ છેલઈ લો - તમે એ કોઈને આપજો એ ખુશ થઈ જશે!

એક છ વર્ષની છોકરી વેલેન્ટાઈન દિવસ અને તેની ઉજવણી રૂપે 'ગુલાબઆપવામાં આવે છે એ જાણતી હતી એ જોઇ પલકને ખૂબ નવાઇ લાગી. મનમાં હસતા બોલી, “વેલેન્ટાઈન દિવસ છે આજે?” તેના ચહેરા પર સ્મિત જોઈ એ છોકરીને આશા બંધાઈઆ મેડમ ચોકકસ તેની પાસેથી ગુલાબ ખરીદશે. હાશ,, અત્યારે પાંચ કે છ ગુલાબ વેચાશે મનોમન એ છોકરીએ ગણતરી કરી.

પલકે તેને પૂછ્યું, “તારું નામ શું છે?” એક પળ માટે છોકરી એને જો રહી એને સમજ ન પડીઆ મેડમ મારું નામ શા માટે પૂછે છેમનમાં વિચાર આવ્યોઓહ નામ પૂછીને મને થોડી બક્ષિસ આપશેએટલે ખુશ થતાં બોલી, “મેડમ મારું નામ અવની છે.” “હમમઅવની? ખૂબ સરસ નામ છે.” સિગ્નલની લાઇટ થતાં પલકે કાર સ્ટાર્ટ કરી. કારનો અવાજ સાંભળી અવની બોલી, “મેડમ તમે ફૂલો ના ખરીદ્યા?”

પલકે તેને ઈશારો કરી કહયુંરોડની સાઇડ પર આવ એમ કહી પલકે કારને ટ્રાફિકમાથી સામેની બાજુ લીધી. સામેની બાજુએ કારને ઉભી રહેતા જોઇ અવનીના ચહેરા પર સ્મિત રેલાઈ ગયું. ખાતરી થઈ ગઈ આજે આ મેડમ મારા ગુલાબો ખરીદી લેશે.ખુશ થતાં એ બાજુ દોડી. તેને ટ્રાફિકમાં આ રીતે દોડતી જોઈ તેના દોસ્ત બૂમો પાડવા લાગ્યા, “અવની, કયાં જાય છેથોભનહીતર અકસ્માત થઈ જશે. અવની કયાં કોઇનું સાંભળવા થોભવાની હતીતેને તો આજે બધા ગુલાબો વેચાઈ રહ્યાં છે એની ખુશી હતી. દોડતી પલક પાસે પહોંચી બોલી, “મેડમ તમારે કેટલા ફૂલો જોઈશે?”

અવની મારે ફૂલો નથી જોઈતા.” પલકના બોલાયેલા એ વાકય સાથે જ તેના ચહેરા પર જે ખુશી હતી એ ગાયબ થઈ ગઈ. તેના ચહેરા પર ઉદાસી છવાઈ ગઈઆંખોમાં લાચારી તરવરી ઉઠી.

અવની, મને એક વાત કહેઆજે વેલેન્ટાઈન દિવસ છે એની તને કેવી રીતે ખબર છેએના વિષે તું શું જાણે છેએનો અર્થ ખબર છે તને?”

અવનીના ચહેરા પર તરત ખુશી ઝળકી ઉઠીઉત્સાહી થતાં બોલી, “મેડમ મને બધી ખબર છે! રૂઆબદાર જવાબ આપતા બોલી. તેની માસુમિયત પર ફિદા થતાં પલક બોલી, “કેવી રીતે જાણે છે?” અવની બોલી, “મેડમ આજે સવારે ફૂલવાળા ભાઇએ કહ્યું હતુંઆજે વેલેન્ટાઈન દિવસ છે એટલે કે પ્રેમીઓના પ્રેમનો દિવસ છે! આજે દરેક પ્રેમી તેની પ્રેમિકાને લાલ ગુલાબની ભેટ અને ગીફટ આપી તેના પ્રેમનો એકરાર કરે છે! તમે બધામાંથી જે સૌથી વધારે ફૂલો વેચશે એમને હું રૂપિયા વધારે આપીશ.

અવનીનો માસૂમ જવાબ સાંભળીને પલક વિચારી રહી, “જિંદગી દરેકને કેટલી નાની ઉંમરમાં તેની આંટીઘૂંટી શીખવી દે છે! આ વાત દરમ્યાન તેની સાથે ફૂલો વેચનારા બધા ત્યાં આવી ગયા. બધાના હાથમાં ગુલાબના ફૂલો ઓછા થયેલા જોઇ અવની નિરાશ થઈ. મેડમની વાતોમાં તેના ફૂલો વેચાયા નહીહવે વધારે પૈસા મળશે નહી. તેના ચહેરા પરના ઉતાર ચઢાવ નીરખતી રહી પલક.

અવનીને મૂડમાં લાવવા પલક બોલી, “અવની હું તારા ગુલાબના બધા ફૂલો ખરીદી લઉં તો તું તારા મિત્રો સાથે મારી ઓળખાણ કરાવશે?”

સાચ્ચે મેડમતમે બધા ફૂલો ખરીદી લેશો?” ખુશ થતાં તે બોલી. બધાની ઓળખાણ કરાવતા તે બોલી, “મેડમ આ આકાશઆરીફનીરાબેલાકવિતા છે. ખુશ થતાં જલ્દીથી પલકને બધા ફૂલો હાથમાં આપી દીધા. એ વિચારે કે મેડમનો વિચાર બદલાઈ જાય અને મારા ફૂલો ના ખરીદે તો?

પલકે હસતા હસતા બધા ફૂલો ખરીદી લીધા. ફૂલોના રૂપિયા અવનીને આપ્યાઉપરથી ૫૦ રૂપિયા વધારાના આપ્યા.

મનમાં કંઇક નિર્ણય કર્યો. હસતા હસતા બોલી, “ઓ. કે. ઓ. કે. ચાલો આજે વેલેન્ટાઈન દિવસ છેઆપણે એની ઉજવણી કરીએ, બોલો મારી સાથે ઉજવશો?”

બધા એક બીજા સામે જોવા લાગ્યા. દીદીની વાત સમજયા નહી. તેમના ચહેરા પર સવાલને ડોકાતો જોઇ પલક બોલી, “ગભરાશો નહી હું તમને મારી સાથે મારી ફેવરીટ જગ્યાએ લઈ જવા માગું છું. બોલો આવશો?” કોઇ જવાબ આપે ન આપે એ પહેલાં અવની ખુશ થતાં બોલી, “દીદી હું આવીશ. તેનો જવાબ સાંભળીને બધા એક સૂરે બોલ્યા, “દીદી અમે પણ આવીશું.

પલકે ખુશ થતાં બોલી, “ચાલો ત્યારે લેટસ ફન!

રોજ હજારો કારોને પસાર થતાં નિહાળતા હતાકોઇ કાર તેમના માટે રોકાઇ નહોતી. આજે તેમને આવી વૈભવી કારમાં બેસવા મળ્યું એની ખુશી દરેકના ચહેરા પર હતી.
પલક બધાને અકસા બીચ પર લાવી. દરિયા કિનારે બધાએ ખૂબ ધમાલ કરી. પલકે બધાને પ્રેમથી ભેળપુરીભાજીપાઁવ ખવડાવ્યા.

બધા પલક દીદીના દીવાના બની ગયા. પલક બધાને બાંદ્રા ઉતારી કાલે પાછી આવીશ એ વાયદો કરી પોતાના ઘરે જવા રવાના થઈ. ત્યારે એફ. એમ પર ગીત વાગતું હતું -

તુમ બેસહારા હો તો કિસીકા સહારા બનો
તુમકો અપને આપ હી સહારા મીલ જાયેગા.

ઘરે આવી તેની પ્રિય બાલ્કનીમાં કોફીના મગ સાથે પ્રિય ઝુલતી ખુરશીમાં બેઠી બેઠી આજના દિવસને યાદ કરતી રહી. સાચે જ શોધવા જાય તો શોધાય નહીં, સાંભળવા જાય તો સંભળાય નહીં, લખવા જાય તો લખાયહીં. અને પૂછવા જાય તો પૂછાય નહીં એને કહેવાય લાગણી! જે કયાંકોની સાથેકેવી પરિસ્થિતિમાં બંધાય જાય કદી એનો અંદાજ કોઇને આવતો નથી. અવની પાસેથી લીધેલા ફૂલોના બુકેને ડાયરીમાં સોહમની યાદો - તસ્વીર છે એની પાસે મૂકતા બોલી, “હેપી વેલેન્ટાઈન ડે માય લવ.”

મનોમન બોલી, “આજે તારા પ્રેમની એક નવી સૌરભ મને મળી છે. એ સૌરભથી હું મારી જિંદગીને મહેકાવીશમાય લવ - લવ યુ! કહી બાલ્કનીમા આવી આકાશમાં ઊગેલા તારાઓને જોતી રહી.

પલકએ બાળકોની મિત્ર બની ગઈ હતી. દર રવિવારે પલક બધાને ફરવા લઈ જતી. સમય પસાર થતો ગયોઆજે પાછો 'વેલેન્ટાઈન ડેઆવ્યો. પ્રેમનો દિવસ! 'પ્રેમ આપોપ્રેમ પામો.' એજ તેનો સાચો ઉદ્દેશ છે!

આજે તેને પ્રેમનું સાચા સ્વરૂપનું દર્શન થયું! એ બાળકો પલકની જિંદગીમાં પ્રેમની સૌરભ લઈને આવ્યાંVote Add to library

COMMENT