15
Share
@dawriter

ચહેરો

0 15       

ચહેરો

પોતાની મન ગમતી બાઈક ને સાફ કરી મમ્મી એ પૅક કરેલો Lunchbox લઈ ને કુંજ દરરોજ સવારે 8:00 વાગ્યે ઑફિસ જવા નિકળતો...
ઑફિસ જવામાં એને 20 મિનિટનો સમય લાગે...
ધરથી 5 મિનિટના અંતરે એક ધર આવતું જેનું નામ "કૃષ્ણકુંજ" તેમાં રહેતી "પ્રિયા" દરરોજ સમયસર નિકળતાં કુંજને જોઈ ને મનોમન ખુશ થતી...
આમ આવું લગભગ 3 મહિનાં ચાલ્યું...
3 મહિનામાં પ્રિયા કુંજ ને મનોમન ચાહવા લાગી..
અને આ વાતની કુંજને જાણ સુધ્ધા ન હતી.
અને પ્રિયામાં પણ એટલી હિંમત ન હતી કે પોતે કુંજ ને જઈને પોતાના પ્રેમનો પ્રસ્તાવ કરી શકે..
એક દિવસની વાત છે..., કુંજ બાઈક લઈને જતો હતો અને સંજોગોવસાત પ્રિયા ના ધરની સામે જ બાઈક બંધ થઈ ગયું... કુંજ બાઈક ચાલૂ કરવાની ટ્રાઈ કરતો હતો અને આ બાજુ પ્રિયા કુંજ ને જોઈને ખુબ જ ખુશ થતી ભગવાનનો આભાર માનતી હતી.
એ જ સમયે કુંજ ની નજર પ્રિયા ઉપર પડી... એક સાદા ગુજરાતી લાલ રંગનો ડ્રેશ, મિડિયમ હાઈટ અને સારી કદકાઠી ની છોકરી પરંતું એનો ચહેરો કુંજ ન જોઈ શક્યો.., કારણ કે પ્રિયા એ ઓઢણી બાંધી રાખી હતી, પરંતું એની આંખો નું તેજ અને કથ્થાઈ કલર ની કિકિ અને આંખો ની કાજળ એ કુંજનું ધ્યાન ખોરવી નાંખ્યું...
કુંજ એને જોતા જ સ્તબ્ધ રહી ગયો...
પછી બાઈક ચાલુ કરી કુંજ જતો રહ્યો પરંતું એના મગજમાં ફક્ત પ્રિયાની આંખો જ દેખાતી હતી...
રાત્રે પણ એના મગજ માં પ્રિયાની આંખો જ દેખાતી હતી.
હવે તો દરરોજ કુંજ અને પ્રિયાની આંખો એક થતી હતી કોઈકવાર હાસ્ય પણ છલકાય જતું તો કોઈકવાર હાસ્યની રેલમછેલ... તો ક્યારેક ઈશારા થી Hi.. Hello..
આમ બંન્ને એકબીજા ને મનોમન ચાહવા લાગ્યા...
કુંજ એ તો ફક્ત પ્રિયાની આંખો જ જોઈ હતી..
હવે, સવાલ એ હતો કે પ્રેમના પ્રસ્તાવની શરુઆત કરે કોણ??
એક દિવસ કુંજ એ હિંમત કરી પ્રિયાને પોતાનો ફોન નંબર આપી દીધો...
પછી શું??
દરરોજ ફોન ઉપર વાતચીત નો દોર એકદમ નિયમિત થઈ ગયો...
1 મહિના માં તો બંન્ને એ જીવવા-મરવાના કૉલ પણ આપી દીધા.. બંન્ને એકબીજમાં ગળાડૂબ પ્રેમમાં પડી ગયાં..
એક દિવસ કુંજ એ મળવાની વાત કરી. પ્રિયા થોડી ડધાઈ ગઈ અને મળવાની ના પાડી દીધી. કુંજ ના ધણા પ્રયત્ન બાદ પ્રિયા એ ખચકાતા ખચકાતા મળવાની હા પાડી.
અને સાથે કહ્યું કે "ભગવાન ન કરે આપણી પહેલી મુલાકાત આખરી ન બને"
કુંજ એ કહ્યું "આવી શા માટે વાત કરે છે? આપણે તો સાથે જીવવા-મરવાનાં કૉલ આપ્યા છે, હદ થી વધારે આપણે એકબીજા ને ચાહીયે છીએ.."
પ્રિયા એ ફોન ની લાઈન કટ કરી ને રડવાં લાગી...
કુંજ એ ફરી કૉલ કરી મનાવી લીધી અને મળવા માટે ની તારીખ, સમય અને જગ્યા આપી...
નક્કી કરેલ જગ્યા ઉપર કુંજ સમય પહેલે થી જ પહોંચી ગયો અને પ્રિયા ની રાહ જોવા લાગ્યો..
સાવ એકાંત એવી જગ્યા એ બેઠેલાં કુંજ ક્લાકો સુઘી રાહ જોઈ બેસી રહ્યો.., કુંજની આંખો માં ફક્ત પ્રિયા ના આવવાની રાહ સાફ નજરે ચઢતી હતી... કપાળ પરસેવા થી ભરાયેલ હતું અને ચહેરો થોડો ગુસ્સા વાળો થઈ ગયો હતો..
મનમાં અસંખ્ય સવાલો ભમી રહ્યા હતાં..,
પ્રિયા કેમ ન આવી હશે?
શું થયું હશે?
શું એ મને પ્રેમ ન કરતી હશે?
આવાં સવાલો ના લીધે કુંજ નો ગુસ્સો જાણે સાતમાં આસમાને જઈ ચૂક્યો હતો.
ગુસ્સા માં ને ગુસ્સામાં કુંજ પ્રિયાના ધરે જવાનું વિચારી બાઈક લઈને પ્રિયા ના ઘરે પહોંચી ગયો..
ડૉરબૅલ વાંગડતાં જ પ્રિયાની માતા એ દરવાજો ખોલ્યો અને માતા-પિતા એ આવકાર આપતાં કહ્યું "આવ બેટા કુંજ"
આ સાંભળતાં જ કુંજ નો ગુસ્સાનો એક પણ અંશ એના ચહેરા પર થી ગાયબ થઈ ગયો અને મનમાં એક સવાલ હતો કે આ લોકો ને એના નામની કેવી રીતે ખબર??
પ્રિયા ના માતા-પિતા એ કહ્યું "કુંજ તારા અને પ્રિયાા સબંધની વાત પ્રિયા એ 1 મહિના અગાઉ જ કરી દીધી હતી"
એ તમને ખુબ જ પ્રેમ કરે છે.
કુંજ એ કહ્યું "પણ પ્રિયા ક્યાં છે?? મારે એને મળવું છે., એની સાથે વાત કરવી છે.. મારે એનો ચહેરો જોવો છે... આ બધું કુંજ એક જ શ્વાસ માં બધાં જ સવાલો કરી દીધા..
પ્રિયાના પિતા એ કહ્યું "એ એના રૂમ માં છે..."
કુંજ તરત જ પ્રિયા ના રૂમ માં જતો રહ્યો...
રૂમમાં પહોંચતા જ કુંજ ને પ્રિયા ના રૂમ માં મુકેલ પ્રિયા ના મોટા ફોટા ઉપર પડી. એકદમ સુંદર કન્યા એવી કે કુંજ એ પોતાની સ્વપ્ન ની રાજકુમારી વિચારી હતી એવી..
એટલા માં કુંજ ની નજર સોફા પર બેસેલી પ્રિયા પર પડી. એને જોતાવેંત જ કુંજ ગુસ્સા માં બોલ્યો "પ્રિયા તારે મળવું જ ન હતું તો શા માટે મને જુઠ્ઠું બોલી? શું તું મને પ્રેમ નથી કરતી?? શા માટે તું એ મારી સાથે આવું કર્યું??
આ બધું પ્રિયા ના માતા-પિતા પાછળ થી સાંભળતા હતા..
અને કુંજ ને કહ્યું "કુંજ અમે જ એને તમને મળવાની ના પાડી હતી.."
કુંજ એ થોડા અચરજ સાથે પૂછ્યું "કેમ??"
પ્રિયા ના પિતા પ્રિયા પાસે જઈને પ્રિયા ના ચહેરા ઉપર બાંધેલી
ઓઢણી હટાવી ને કહ્યું "કુંજ આ કારણ ના લીધે"
કુંજ એ પ્રિયા નો ચહેરો જોઈને કુંજ ની હાલત કાપો તો લોહી ન નિકળે એવી થઈ ગઈ.. એના હોશ ઉડી ગયાં, અને નીચે પડી ગયો..
થોડી હિંમત રાખી કુંજ ઊભો થયો અને આંખમાં અસંખ્ય આંસું સાથે પૂછ્યું "આ બધું કેમ કેમ થયું??
પ્રિયા ચોધાર આંસુંએ રડવાં લાગી...
એની માતા-પિતા પણ રડવાં લાગ્યાં.
અને પ્રિયા ની માતા એ કહ્યું "પ્રિયા અમારી એકની એક લાડકી દિકરી છે, 3 વર્ષ પહેલાં ની વાત છે., પ્રિયા ત્યારે કૉલેજ ના પહેલા વર્ષ માં હતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી એણે ડૉક્ટર બની દેશની સેવા કરવી હતી. દરરોજ સવારે સમયસર કૉલૅજ જતી હતી ત્યારે રાક્ષસ જેવા છોકરાઓ એ પ્રિયા ની દરરોજ છેડતી કરવાં લાગ્યાં. એક દિવસ પ્રિયા એમની ફરીયાદ કરવાં પોલિસ-સ્ટેશન જતી હતી અને એ રાક્ષસ લોકો એ એના ચહેરા ઉપર એસિડ નાંખી દીધું. અને અમારી ફુલ જેવી દિકરીનાં આ હાલ કરી નાંખ્યાં. 1 વર્ષ સુધી એ ધર ની બહાર પણ નિકળી નથી..
કુંજ 2 મિનિટ સુધી રડતો રહ્યો પછી એક સાથે બધી હિંમત ભેગી કરી બોલ્યો " મેં પ્રિયા ના ચહેરા ને નહીં એના આત્મા ને પ્રેમ કર્યો છે, પ્રિયા ના કસમ ખાય ને કહું છું જેણે પણ આ ક્રૃત્ય કર્યું છે એને હું ફાસી ની સજા અપાવી ને રહીશ, આપણા દેશ માં આવા કિસ્સા ધણા બન્યા છે હવે નહીં બનવાં જોઈયે, સરકાર સાથે લડી ને પણ આવા ક્રૃત્ય કરનાર ને ફાસી ની સજા આપવાની માંગણી કરીશ..
અને પ્રિયા તો મારી જ છે અને હું જીવનભર એનો સાથ નહીં છોડું..
આ સાંભળી પ્રિયા કુંજ ને ભેટી પડે છે..

લેખક:- કુંજ જયાબેન પટેલ "સ્વવિચાર"

Image Source: weheartitVote Add to library

COMMENT