30
Share




@dawriter

જિંદગી

0 23       
anonymous dawriter by  
Anonymous

જિંદગી કેમ બધા સુખ કોઈને નથી આપતી, અને ક્યારેક તો કોઈકને સુખ જ નથી આપતી. ક્યાંક શારીરિક ક્યાંક માનસિક તો ક્યાંક આર્થિક અને ક્યાંક ત્રણે સુખ નથી આપતી.

પણ આ કુદરત જે કરે છે એની ફરિયાદ કરવી કોને? એવું જ કઈક સીમા સાથે બનતું હતું. સીમા કે જે જનમથી તો એવી ન જ હતી. તેમ છતા એનામાં એ બીજ રોપવામાં આવ્યા અને એ ક્યારે વિશાળ વૃક્ષ બની ગયું એ સીમાને પણ ખબર ન પડી. પણ દોષનો પોટલો હંમેશા એના પર જ રેડવામાં આવ્યો. એની જિંદગીમાં બહુ સ્ત્રીઓ આવી. હા સ્ત્રીઓ જ, તમે બરોબર વાંચ્યું. એને નાનપણથી સ્ત્રીના પ્રેમમાં પાગલ કરવામાં આવી સ્ત્રીના સ્પર્શથી પાગલ કરવામાં આવી. અને એ, એ જ હુંફ શોધવા માટે તત્પર રહેતી હતી. જો જરા પણ આવો સ્પર્શ એને મળતો એને થતું કે એને જિંદગીનું બસ બધું સુખ મળી ગયું. પણ આ સુખ એને વારંવાર મળવા છતા ટક્યું નહિ. બધા ફક્ત એ અનુભવ લઈને એને પાછી એકલી મુકીને ચાલી નીકળતા. તો આમાં વાંક કોનો કહેવો. જે સ્ત્રીઓ એની જિંદગીમાં આવી એમનો, કે સીમાનો પોતાનો, કે એ પ્રેમ મેળવવા માટે એણે પોતાની જિંદગી ખતમ કરી નાખી. અને છેલ્લે એના હાથ ખાલી જ હતા. એ સાવ એકલી હતી.

ફક્ત સાતમાં ધોરણમાં જ તો તે ભણતી હતી. જ્યારે તેની સાથે આ સંબંધ એની જ પિત્રાઈ બહેન એ બાંધ્યો હતો. પિત્રાઈ બહેન એને બહુ જ સાચવતી. એ એને પ્રેમ કરતી હતી. એની બાહોમાં સીમા પોતાને સુરક્ષિત માનતી હતી. પણ એક વર્ષમાં પિત્રાઈ બહેનના જીવનમાં કદાચ બીજી કોઈ આવી ગઈ. અને સીમાને એ કુમળી વય માં એકલી મુકીને તે ચાલી ગઈ. બસ ત્યારથી જ કદાચ સીમાને માનસિક અસર બહુ જ ખરાબ પડી. એ એક સ્ત્રીના સ્પર્શ માટે તડપતી રહી. એ શોધતી રહી. પણ એને કોઈ એવું ન મળ્યું કે જે એને સ્સાચ્ચો પ્રેમ કરે. એનો હાથ પકડીને કલ્લાકો સુધી બેસી રહે. એના માથા પર હાથ ફેરવીને એને સુવડાવે.

આખરે સીમા આ જ મથામણમાં ૫૦ વરસની થઇ ગઈ. એના લગ્ન પણ થયા અને બાળકો પણ. પણ એની માનસિક ઈચ્છાઓ અધુરી રહી. એનું મન તરસતું રહ્યું. જેટલા લોકો આવીને ચાલ્યા ગયા હતા એ બધાને એણે પ્રેમ કર્યો હતો પણ સીમાને કોઈએ પ્રેમ ન કર્યો. અને આ વાત એને રોજ ખતમ કરતી હતી. આખરે એક દિવસ સીમાએ આત્મહત્યા કરી લીધી.

મિત્રો એક પ્રશ્ન આ સંબંધમાં સીમાની શું ભૂલ હતી? સીમા એ જ પોતાની જિંદગી પૂરી કરી નાખી. શું એના જેવું કોઈ ન હતું. લોકો એને ભાવનામાં વહેવા વાળી એક મુર્ખ વ્યક્તિ સમજતા હતા. તો શું ભાવનાશીલ થવું ખોટું છે?

સીમા જેવી કેટલી છોકરીઓ હશે જેમની સાથે આવું થયું હશે. એમનું ભવિષ્ય શું?



Vote Add to library

COMMENT